KhabarSuparFast - सच, सटीक और सबसे पहले
KhabarSuparFast

Bhupendra Patel (@Bhupendrapbjp) on X

प्रकाशित: 10-09-2026 | 12:27 PM
Bhupendra Patel (@Bhupendrapbjp) on X
शेयर करें:
Bhupendra Patel@Bhupendrapbjpગુજરાત વિધાનસભા પરિસરમાં પોર્ટેબલ મોબાઇલ ઇમરજન્સી હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ ના ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે, માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરીને તેની કામગીરી અંગે જાણકારી મેળવી. કટોકટી કે કુદરતી આપત્તિના સમયે જ્યાં મોટી હોસ્પિટલ તાત્કાલિક ન પહોંચી શકે, ત્યાં આ ‘હોસ્પિટલ ઇન અ બોક્સ’ માત્ર ૧૨ મિનિટમાં ઊભી થઈ જાય છે. ૭૨ મોડ્યુલર મિની-ક્યુબ્સમાં સજ્જ આ યુનિટ એરડ્રોપ પણ થઈ શકે છે, અને તે સ્થળ પર જ તાત્કાલિક સર્જરી, ICU સારવાર અને ઓક્સિજન આપીને દર્દીઓનો જીવ બચાવવા સંપૂર્ણ સક્ષમ છે. આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના માર્ગદર્શન હેઠળ 'આરોગ્ય મૈત્રી' પહેલ અંતર્ગત આ પ્રકારની આરોગ્ય સુવિધા તૈયાર કરવામાં આવી છે. ભારતે પોતાની આ સ્વદેશી ટેકનોલોજી દ્વારા માત્ર દેશમાં જ નહીં, પરંતુ યુક્રેન, માલદીવ્સ, શ્રીલંકા અને વેનેઝુએલા જેવા રાષ્ટ્રોમાં પણ મુશ્કેલીના સમયે આ ક્યુબ્સ પહોંચાડીને મદદનો હાથ લંબાવ્યો છે.11:19 AM · Sep 9, 20266.8KViews11221631
0.0
Average Rating
0 Ratings
Tap a star to rate this article: